
જુનાગઢ, 19 ડિસેમ્બર (હિ.સ.) માળિયામાં એસટી બસ સ્ટેશનની બાજુમાં શાક માર્કેટની સામે અલીસાબાગમાં રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને અને સુનિધી ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે ડૉ. આભાબેન આર. શેઠ આર્શીવાદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોમીન સમાજ માળિયાના સૌજન્યથી વિનામૂલ્ય નેત્ર નિદાન, દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. બ્રહ્માકુમારી જલ્પાબેન મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સીસોદીયા સમાજના મુખી સલીમભાઈ દીપ સહિત આગેવનોએ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના તબીબોએ વિના મૂલ્યે પોતાની સેવા આપી હતી. કેમ્પનો 350થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. મહેન્દ્રભાઈ ગાંધી. ગુણવંતભાઈ દવે, સમશુભાઈ મુલાણી, શીરાજભાઈ દેવાનંદભાઈ સમનાણી. સોલંકી, ભઈલાભાઈ દરજી, ઝીણકાભાઈ સહિત એ જમહેનત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ