
સોમનાથ,19 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વેદ વિભાગ દ્વારા કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લીના આર્થિક સહયોગથી 18 થી 20 ડિસેમ્બર દમનિયાન ત્રિદિવસીય વૈદિક ગણિત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. તેનો ઉદ્ઘાટન કાર્યક્રમ 18 ડિસેમ્બરને ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાયો.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ રૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ, મુખ્યા અતિથિરૂપે વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાચાર્ય ડૉ.નરેન્દ્ર પંચોલી, અત્રેના અનુસ્નાતક વિભાગના ડાયરેક્ટર પ્રો.વિનોદ કુમાર ઝા, યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના આચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા તેમજ કાર્યશાળાના સંયોજક અને વેદ વિભાગના અધ્યક્ષ ડૉ.વિપુલકુમાર જાદવ સહિતના મહાનુભાવો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી ઉદ્ઘાટન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.અમિષાબેન દવેએ મહાનુભાવોના પરિચય સાથે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મુખ્યઅતિથિ ડૉ.નરેન્દ્ર પંચોલીએ પ્રવર્તમાન ગણિત, પ્રાચીન ગણિત, વૈદિક ગણિત શું છે તે સમજાવ્યું. ગણનકાર્ય પદ્ધતિસર કરવાથી આધ્યાત્મ તરફ જઈ શકાય છે. ગણિતમાં ગણનપાસુ, વ્યવહારિકપાસુ, અને આધ્યાત્મ વિશે ચર્ચા કરી. બીજ અને વૃક્ષ જેવા ઉદાહરણો આપીને આધ્યાત્મિકતાની વાત સમજાવી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ અને અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં પરા-અપરા વિદ્યાની સુંદર રજૂઆત કરી. ગણિત આધ્યાત્મ માર્ગનો ઉત્તમ માર્ગ છે એમ જણાવ્યું હતું.
અંતે, યુનિવર્સિટીના વેદ વિભાગનાં અધ્યક્ષ ડૉ.વિપુલકુમાર જાદવે સૌનો આભાર વ્યક્ત કર્યો અને પૂર્ણતા મંત્રથી ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. ઉદ્ઘાટન સત્રનું મંચસંચાલન ડૉ.રાહુલ કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાના સંયોજક તરીકે વેદ વિભાગનાં ડૉ.વિપુલકુમાર જાદવ, ડૉ.રાહુલ કુમાર ઝા અને ડૉ.અમિષા દવે કામગીરી કરી રહ્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ