
ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ની 10મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. રંભુબેન તથા લાડુબેન ચુડાસમા ના સ્મરણાર્થે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ અને ગાયત્રી યજ્ઞ કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કુલ 400 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતા ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વ. ઉકાભાઈ ચુડાસમા તથા સ્વ. રંભુબેન ચુડાસમા ના ના પુણ્યાર્થ તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિજનો તથા, શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડો. અલ્કેશભાઇ ખેરડીયા પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસબાપુ મટાણા ડૉ. રોહિતભાઈ પટેલ પ્રાચી તનસુખબાપુ ભીમદેવળ ડો.પાલાભાઈ વડનગર, પીઠાભાઈ ગરેજા પ્રાચી, કોળી સમાજ ભવન પ્રાચીના પ્રમુખ મેરામણભાઈ વાજા, દેવશીભાઈ સોલંકી સુત્રાપાડા, દેવાયતભાઈ મેર રામપરા, ધીરુભાઈ સોલંકી પ્રાચી, પાંચાભાઇ વાળા નાવદ્રા, દેવેન્દ્રભાઈ સોલંકી પ્રાચી, પ્રતાપભાઈ બામણીયા સરપંચ નવાગામ, ગાયત્રી પરિવારના કરસનભાઈ સરખડી, કલ્પેશભાઈ રાઠોડ ગીર ફાઉન્ડર , ગોવિંદ બામણીયા થરેલી, અરવિંદ સોઢા પ્રાચી ગાયત્રી યજ્ઞના યજમાન દંપતી પત્રકાર શૈલેષભાઈ વાળા તથા હિરલબેન સહિત અગ્રણીઓ, કાર્યકર્તાઓ સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનોના હસ્તે દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ હતો. વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા તથા રંભુબેન ચુડાસમા તથા લાડુબેન ચુડાસમા આત્મા ને કલ્યાણ અર્થે ગાયત્રી મહામંત્ર સામુહિક જાપ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ પંડિત રામ શર્મા આચાર્યજીના તપોનિષ્ઠ જીવન સંદેશ આવેલ લોકોને હૃદયગમ કરવા આહવાન કરેલ અને મહાનુભાવો દ્વારા આ કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વ. ઉકાભાઈ ચુડાસમા ના જીવન જરમર નું ચિંતન ડો. પાલાભાઈ દ્વારા વાગોળવામાં આવેલ હતું. કેમ્પમાં કુલ ૨૯૦ દર્દીઓએ લાભલીધો જેમાં ૧૦૮ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ ગયેલ હતા અને ડો. રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી ૮૦ દર્દીઓને તપાસ કરી વિનામૂલ્ય દવા આપવામાં આવી હતી તથા હમીરભાઈ તથા રવિરાજ ભાઈ ભાલકા હાડવૈદ કેમ્પમાં 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 60 દર્દીઓને હાથ પગ કમર સાંધાના હાડકાના સ્નાયુના દુખાવામાં મસાજ કરી આપવામાં આવેલા હતા ના ૧૪૦થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. દાતા તરફથી સૌના માટે ચા - પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. વિશેષ ઉકાબાપા ની પુણ્યતિથિ નિમિત્તે એક કુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી પરિવારના કરસનભાઈ બારડ સરખડી તથા શિવાબાપુ બોડીદર દ્વારા યજ્ઞ દ્વારા વિશેષ આહુતિ આપી તથા પૂજ્ય ગુરુદેવના વિચારોને વાગોડી વાતાવરણને ભવ્ય દિવ્ય બનાવ્યું હતું જેમાં સત્સંગ મંડળ પ્રાચીની બહેનો દ્વારા સત્સંગ દ્વારા વાતાવરણ ભાવમય બનાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી (બોસન), વજુભાઈ ગોહીલ (છગીયા), નાથાભાઈ સોલંકી (થરેલી), રોહિતભાઈ અમરાપુર, પાર્થભાઈ મોકરીયા પ્રાચી નરસિંહભાઈ વાઢેર છગિયા વાલાભાઈ કંટાળા, રાહુલભાઈ બોશન રાજાભાઈ બોસન માંડાભાઈ ચુડાસમા ગોરખમઢી, શોભનાબેન તથા મુકેશભાઈ વાજા પ્રાચી નારણભાઈ વાળા પાદરુકા તથા જાનુબેન વાળા ધામળેજ તથા જીવીબેન કામળીયા પીપળવા તથા લક્ષ્મીબેન કામળિયા મઠ તથા રાજીબેન મેર નાવદ્રા તથા પુરીબેન બોશન, ભેનીબેન ઘુસિયા દેવીબેન ભાલકા, કંચનબેન તથા ભગીરથ કુમાર પંડવા, રશ્મિબેન જેસિંગ કુમાર ખંઢેરી પ્રજ્ઞાબેન ચુડાસમા પ્રાચી, વિશ્વેશ્વરી બેન પ્રતીક્ષાબેન પ્રાચી સત્યમભાઈ ચુડાસમા પ્રાંચી, શૈલેષભાઈ વાળા પત્રકાર પ્રાચી તીર્થ તથા ઉકાભાઈ ચુડાસમા નો પરિવાર પ્રશ્નાવડા તથા પ્રાચી તથા સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ