
ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) ધામળેજ બસ સ્ટેશન નજીક આવેલી કાપડ, કટલેરી તેમજ સોની (જ્વેલર્સ)ની ત્રણ દુકાનોમાં મોડી રાત્રિના અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રિના સમયે આ ત્રણેય દુકાનોમાંથી ધુમાડો અને આગની લપેટો જોવા મળતા સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક લોકોના સહયોગથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ત્રણેય દુકાનોમાં માલ સામાનની સામગ્રી બળીને ભસ્મ થઈ ગઈ હતી.
આ બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આગ લાગવાના કારણો અંગે તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ કારણો હોવાની શક્યતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ