
સોમનાથ,19 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, સોમનાથ અને ભારતીય ખાણ બ્યુરો, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજના માઈનોર મિનરલમાંથી મેજર મિનરલમાં તબદિલ થવા બદલ વેરાવળ ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાનાં બિલ્ડીંગ લાઈમસ્ટોન લીઝ હોલ્ડરોને રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ તારીખ સુધીની સમય મર્યાદામાં ભરવું, ખનિજ ધારકોને થતાં ફાયદા તેમજ મંથલી રિટર્ન તેમજ એન્યૂઅલ રિટર્ન વિશેની માહિતી તેમજ માઈનીંગ પ્લાન સબમિશન સંબંધિત બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કુલ ૭૫ જેટલાં બિલ્ડીંગ લાઈમસ્ટોન લીઝધારકો તથા ખનિજ વ્યવસાયિકોએ માર્ગદર્શક કેમ્પમાં ભાગ લીધો અને તેમનાં વિવિધ પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ માર્ગદર્શન મોહમ્મદ નિમર, ડેપ્યુટી ખાણ નિયંત્રક તેમજ પ્રેઝન્ટેશન સ્નેહલ પટેલ, આસિસ્ટન્ટ માઈનીંગ એન્જીનિયર તેમજ ખાણ સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ ભૂસ્તરશાસ્ત્રી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને અમરેલી દ્વારા આપવામા આવ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ