
ગીર સોમનાથ 19 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદીર ખાતે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ અને એલર્ટ છે.
જે અનુસંધાને મુજબ સુરક્ષા વ્યવસ્થાની સુદૃઢતા તપાસવા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા ખાનગી માણસોને તૈયાર કરી સરપ્રાઇઝ મોકડ્રીલાડીકોય નું આયોજન કરવામાં આવેલ, જેમાં ખાનગી માણસો તથા પોલીસના માણસોએ વેશપલટો કરી મંદીરમાં ધારદાર હથિયાર, ડીઝીટલ પડીયાળ/ચાવી, મોબાઇલ સાથે પ્રવેશ કરવાનું આયોજન કરેલ અને સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરેલ.
ઉપરોકત ડીકોયમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અપિશકથી જયદીપસિંહ જાડેજા નાઓની મતત સુચના અને માર્ગદર્શન મુજબ સોમનાથ મંદીર સુરક્ષાના પો.ઇન્સ. આર.બેન.જાડેજા તથા સુરક્ષા કર્મચારી જી.બારડી તથા અન્ય તમામ સ્ટાફ સતર્ક રહેતા આ મોકડ્રીલા/ડીકોય નિષ્ફળ બનાવેલ.
આમ મંદીરના વિવિધ ચેક પોઇન્ટ જેમ કે, ગૌરીકુંડ ચેક પોસ્ટ, બેન્ટ્રી અને એકઝીટ ગેટ તમામ, જનરલ યાત્રિક પ્રવેશ પવાર, દિગ્વિજય પાર પર ફરજ પર રહેલ પોઇન્સ આર.એન.જાડેજા નાઓના સુપરવિઝનમાં સૌમના મંદીર સુરક્ષાની ફરજ પરની પોલીસે એલર્ટ રહી ફરજ બજાવી ડીકોશ નિષ્ફળ બનાવેલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ