ગોરડકા ગામે રૂ. 25 લાખના ખર્ચે નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : આજરોજ ગોરડકા ગામ ખાતે રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગામની વધતી જરૂરિયાતો અને વહીવટી કામગીરીને વધુ સુગમ બનાવવા માટે આ નવું પંચાયત ભવન અત્યંત ઉપયોગી સાબિત થશે.
ગોરડકા ગામે રૂ. 25 લાખના ખર્ચે નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : આજરોજ ગોરડકા ગામ ખાતે રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગામની વધતી જરૂરિયાતો અને વહીવટી કામગીરીને વધુ સુગમ બનાવવા માટે આ નવું પંચાયત ભવન અત્યંત ઉપયોગી સાબિત થશે. નવા ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામજનોને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે આધુનિક અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રામ પંચાયતની બેઠક, દસ્તાવેજી કામગીરી, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જનસંપર્ક માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકોને વારંવાર અન્યત્ર જવું ન પડે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થાય.

આ અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે મજબૂત અને સુવિધાસભર પંચાયત ભવન ગામના વહીવટને વધુ પારદર્શક અને અસરકારક બનાવશે. ગામના વિકાસ માટે લેવાતા નિર્ણયો અહીં સરળતાથી અમલમાં મૂકાઈ શકશે અને ગ્રામજનોની સમસ્યાઓનો ઝડપી નિકાલ શક્ય બનશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આ નવા પંચાયત ભવનને ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવી સરકાર અને સંબંધિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પણ ગામના સર્વાંગી વિકાસ માટે આવા લોકહિતકારી કાર્યો સતત આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande