જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ યોજાઈ : જમીન વેંચાણ સહિતની દરખાસ્તોને બહાલી
જામનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર વિનોદ ખિમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ટીપી સ્કીમવાળી જમીનના વેચાણ કરવા તેમજ વોટર વર્કસ વિભાગમાં સબ ઇન્સ્પેકટરની ભરતી કરવા સહિતના એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. જ્
મહાનગરપાલિકાની જનરલ બોર્ડ


જામનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર વિનોદ ખિમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ટીપી સ્કીમવાળી જમીનના વેચાણ કરવા તેમજ વોટર વર્કસ વિભાગમાં સબ ઇન્સ્પેકટરની ભરતી કરવા સહિતના એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. જ્યારે વિરોધપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને રાહુલ બોરીચા દ્વારા જામનગરમાં પીએમજેવાય યોજનામાં બે હોસ્પિટલમાં થયેલાં કૌભાંડ અંગે તપાસ માટે દરખાસ્ત રજૂ કરાઇ હતી. પ્રશ્નોતરીની વચ્ચે શાસકપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે રાજકીય પ્રહારો થયાં હતાં.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ 37 પૈકીની 2121 ચો.ફૂટ. જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રકચરને વેચાણથી આપવા અંગે કમિશનરની દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. તે જ રીતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ યોજના અંતર્ગત દૂત્ય ફેરફાર અંગેની ટાઉન પ્લાનીંગ અને માર્કેટીંગ કમિટીના ઠરાવ અંગેની દરખાસ્ત રજૂ કરાઇ હતી. જેને પણ સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.

આ ઉપરાંત મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગમાં મંજૂર થયેલી જગ્યામાં વધારો કરવા અંગે કમિશનરની દરખાસ્ત રજૂ થઇ હતી. જેમાં 15 જગ્યા મંજૂર થયેલી છે જેમાં પાંચનો વધારો કરી કુલ 20 જગ્યા ભરવા અંગે તેમજ 12 જગ્યા સિધી ભરતીથી આને આઠ જગ્યા ઉપર બઢતી આપવા અંગેનો ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરાયો હતો. મહાનગરપાલિકાના સેક્રેટરીની જગ્યાના ચાર્જને બહાલી આપવા અંગેની દરખાસ્તને પણ મંજૂર કરાઇ હતી.

જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષે સત્તાધીશો ઉપર પીએમજેવાય કાંડ, રસ્તા રિપેરિંગ, ડોર ટુ ડોર કચરો લેવાં કામ સહિતના મુદ્દે તડાપીડ બોલાવી હતી. જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષી સભ્યો દ્વારા પીએમજેએવાય કાર્ડમાં થયેલા ઓપરેશન અંગે રાજ્ય સરકાર દ્વારા દંડાયેલી હોસ્પિટલો સામે મ્યુ. આરોગ્ય તંત્રએ કોઈ પગલા લીધા છે કે કેમ ? તે અંગે તેમજ આંગણવાડીને લગતી બાબતો. તથા શહેરના માગીના ખોદકામ અને પછી તેને પુરવા માટે મરાતા થીગડાઓની પોલીસી તેમજ પશ્નો મુદ્દે તડાફડીભરી મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

આજની આ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુર્યા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેષભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, એએમસી મુકેશ વરણવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande