જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓનાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધો મૂકતું જાહેરનામુ
જૂનાગઢ 19 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓનાં વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રજુઆતકર્તાઓ તથા સરકારી વહીવટનું જાહેર હીત જળવાઈ રહે તથા કોઈ જાન- માલને નુકશાન ન થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્
જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓનાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધો મૂકતું જાહેરનામુ


જૂનાગઢ 19 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓનાં વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રજુઆતકર્તાઓ તથા સરકારી વહીવટનું જાહેર હીત જળવાઈ રહે તથા કોઈ જાન- માલને નુકશાન ન થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા મુજબ, કોઈએ ઉપવાસ ધરણા ઉપર બેસવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી, કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહી, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહી, ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવુ નહી કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવુ નહી અને સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી / કચરો કરવો નહી.

આ જાહેરનામું તા.૧૭/૧૨/૨૦૨૫ થી તા.૧૪/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande