
અમદાવાદ, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા બી.એન. દસ્તૂર - એએમએ લર્નર્સ ફોરમના ભાગરૂપે “એઆઈ ફોર એવરીવન: બિલ્ડીંગ અવેરનેસ, સ્કીલ્સ, એન્ડ એથિક્સ થ્રુ એજ્યુકેશન” વિષય પર લર્નર ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફોરમમાં રાહુલ નવાબ, પ્રેસિડેન્ટ,ડેટા અને એ.આઈ.,પ્રોવેસ કન્સલ્ટિંગ; ડૉ. વિશાલ દહિયા, એ.આઈ.અને બિગ ડેટા રિસર્ચર, સ્ટાર્ટઅપ સ્ટ્રેટેજી ઉત્સાહી, પ્રોફેસર અને ડિરેક્ટર, સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી; ધ્રુવિલ હાપાણી, ટેકનિકલ પ્રોજેક્ટ મેનેજર, ક્યૂએક્સ ગ્લોબલ ગ્રુપ (ઇડીઆઈઆઈ) દ્રારા સંબોધન કરવામાં આવ્યું હતું.
આ ફોરમનું સંચાલન અલ્પેશ પરીખ, એએમએ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, અને મેનેજિંગ ડિરેક્ટર, ગુલમહોર ગ્રીન્સ - ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ લિ. દ્રારા કરવામાં આવ્યું હતું.
વાસ્તવિક દુનિયામાં એઆઈના ઉપયોગોથી લઈને તેના જવાબદારીપૂર્વકના સ્વીકાર સુધી, આ ફોરમે શીખનારાઓને માત્ર સાધનોથી આગળ વધીને, એઆઈ-સંચાલિત વિશ્વમાં માનસિકતા, નિર્ણયશક્તિ અને આજીવન શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ