HNGU–INFLIBNET વચ્ચે ‘શોધચક્ર’ પોર્ટલ માટે MOU
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને ગાંધીનગર સ્થિત INFLIBNET સેન્ટર વચ્ચે ‘શોધચક્ર’ પોર્ટલ માટે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો છે. આ કરારનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવો અને વિદ્યાર્થી તથ
HNGU–INFLIBNET વચ્ચે ‘શોધચક્ર’ પોર્ટલ માટે MOU


પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને ગાંધીનગર સ્થિત INFLIBNET સેન્ટર વચ્ચે ‘શોધચક્ર’ પોર્ટલ માટે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો છે. આ કરારનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવો અને વિદ્યાર્થી તથા સુપરવાઈઝર વચ્ચે પારદર્શિતા વધારવાનો છે.

નોડલ ઓફિસર રજની પટેલે જણાવ્યું કે, આ કરાર હેઠળ PhD સંશોધન સંબંધિત તમામ ભૌતિક પ્રક્રિયાઓ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવામાં આવશે. અગાઉ RDC સહિતની પ્રક્રિયાઓ ભૌતિક રીતે થતી હતી, પરંતુ હવે રજીસ્ટ્રેશન બાદ તમામ કાર્યવાહી ‘શોધચક્ર’ પોર્ટલ પર ઓનલાઈન પૂર્ણ થશે.

‘શોધચક્ર’ પોર્ટલ PhD સંશોધનકર્તા વિદ્યાર્થીઓ અને તેમના સુપરવાઈઝરોને ડિજિટલ રીતે જોડશે. આ નવી વ્યવસ્થાથી સંશોધન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને પારદર્શિતા વધશે તેમજ ડુપ્લિકેશનની શક્યતાઓ ઘટશે.

આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય જર્નલ્સ અંગે માર્ગદર્શિકા મળશે અને ‘વન નેશન, વન સન્સ્ક્રિપ્શન’ યોજના હેઠળ સંશોધન સામગ્રીનો સીધો એક્સેસ મળશે. ઉપરાંત, હવે વિદ્યાર્થીઓ પોતાની થીસીસ સીધા ‘શોધગંગા’ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકશે, જેના પરિણામે સંશોધન કાર્ય વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande