શિહી ગામના ખેડૂત મનોજભાઈ પટેલ બન્યા ટેકનોલોજી આધારિત ખેતીનું પ્રેરણાદાયક ઉદાહરણ
મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના શિહી ગામના યુવાન ખેડૂત મનોજ પ્રવીણભાઈ પટેલ આજે ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીનું ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. માત્ર 38 વર્ષની ઉમરમાં તેમણે ખેતીને પરંપરાગત રીતથી આગળ વધારીને ત
શિહી ગામના યુવાન ખેડૂત મનોજભાઈ પટેલ બન્યા ટેકનોલોજી આધારિત ખેતીનું પ્રેરણાદાયક ઉદાહરણ


મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના શિહી ગામના યુવાન ખેડૂત મનોજ પ્રવીણભાઈ પટેલ આજે ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીનું ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. માત્ર 38 વર્ષની ઉમરમાં તેમણે ખેતીને પરંપરાગત રીતથી આગળ વધારીને તેને એક સફળ અને વ્યવસાયિક મોડેલ તરીકે વિકસાવી છે.

ITI સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મનોજભાઈએ શરૂઆતમાં માર્કેટિંગ ક્ષેત્રમાં 12 વર્ષ સુધી કામ કરી વ્યાપક અનુભવ મેળવ્યો હતો. આ અનુભવનો યોગ્ય ઉપયોગ કરી તેમણે વર્ષ 2016થી ખેતી ક્ષેત્રે પ્રવેશ કર્યો અને ખેતીને આધુનિક દ્રષ્ટિકોણ સાથે અપનાવી. છેલ્લા નવ વર્ષમાં તેમણે ખેતીને માત્ર પરંપરાગત આવકનું સાધન નહીં, પરંતુ ટેકનોલોજી સાથે સંકળાયેલું સફળ વ્યવસાય બનાવ્યું છે.

મનોજભાઈએ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, વૈજ્ઞાનિક પાક આયોજન, ડેટા આધારિત નિર્ણય, માટી પરીક્ષણ અને બજાર માંગ મુજબ પાકની પસંદગી જેવી પદ્ધતિઓ અપનાવી છે. ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ ઘટાડીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં તેઓ સફળ રહ્યા છે. તેમની સફળતાથી પ્રેરણા લઈ આજુબાજુના અનેક યુવાન ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે. મનોજભાઈ પટેલની ખેતીપ્રતિની દૃષ્ટિ અને મહેનત સાબિત કરે છે કે યોગ્ય આયોજન, ટેકનોલોજી અને સમર્પણથી ખેતી પણ નફાકારક અને આકર્ષક વ્યવસાય બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande