સાવરકુંડલા માનવમંદિરે મોરારીબાપુનું આગમન, ગુરુકુલના વિદ્યાર્થીઓને મળ્યા
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.): સાવરકુંડલા સ્થિત માનવમંદિર ખાતે મોરારીબાપુનું ભાવભર્યું આગમન થતાં સમગ્ર આશ્રમ પરિસરમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું. બાપુના દર્શન માટે ભક્તો અને સેવાભાવીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ
સાવરકુંડલા માનવમંદિરે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુનું આગમન, ગુરુકુલના વિદ્યાર્થીઓને આશીર્વાદ


સાવરકુંડલા માનવમંદિરે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુનું આગમન, ગુરુકુલના વિદ્યાર્થીઓને આશીર્વાદ


સાવરકુંડલા માનવમંદિરે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુનું આગમન, ગુરુકુલના વિદ્યાર્થીઓને આશીર્વાદ


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.): સાવરકુંડલા સ્થિત માનવમંદિર ખાતે મોરારીબાપુનું ભાવભર્યું આગમન થતાં સમગ્ર આશ્રમ પરિસરમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું. બાપુના દર્શન માટે ભક્તો અને સેવાભાવીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પાવન પ્રસંગે માનવમંદિરના પૂજ્ય ભક્તિબાપુએ પોતાના હાથે પ્રેમ અને ભાવપૂર્વક ભોજન પ્રસાદ જમાડ્યો હતો. ભોજન પ્રસાદ દરમિયાન સેવામાં સંકળાયેલા સેવકો તથા ઉપસ્થિત ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર આ ક્ષણો દરેક માટે સ્મરણિય બની રહી. ઉપરાંત, પૂજ્ય મોરારીબાપુએ માનવમંદિર ગુરુકુલના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બાપુએ વિદ્યાર્થીઓને સદાચાર, સંસ્કાર અને માનવ મૂલ્યો સાથે જીવન જીવવા પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણ સાથે સંસ્કૃતિ અને સેવાભાવને જીવનમાં અપનાવવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.

આ અવસર પર માનવમંદિરના સંચાલકો, ગુરુકુલના આચાર્યો, સેવકો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુના પાવન દર્શન અને આશીર્વાદથી માનવમંદિરનો સમગ્ર પરિસર ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande