અમદાવાદમાં પ્રેમાભાઈ હોલની છતની દીવાલનો ભાગ નમી ગયો, એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી
અમદાવાદ, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં નાટક અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્રચલિત ભદ્રકાળી મંદિર પાસે આવેલા પ્રેમાભાઈ હોલની ઉપરના છતની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વા
પ્રેમાભાઈ હોલની છતની દીવાલનો ભાગ નમી ગયો,એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી


અમદાવાદ, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં નાટક અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્રચલિત ભદ્રકાળી મંદિર પાસે આવેલા પ્રેમાભાઈ હોલની ઉપરના છતની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા ભાગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

મ્યુ. કમિશનરની દરેક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સવારે પોતના જોનમાં રાઉન્ડ લેવાની આપેલ સૂચનાને પગલે સવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ અધિકારી રાઉન્ડમાં હતા ત્યારે નમી ગયેલો ભાગ જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક ધોરણે આ ભાગને ઉતારી લેવા માટે સૂચના આપી કાર્યવાહી કરવામાં આવી હતી. પાસમાં બેરીકેટ લગાવીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયર વહેલી સવારે મધ્ય ઝોનમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. ભદ્રકાળી મંદિર પરિસર થઈ અને પ્રેમાભાઈ હોલ પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે પ્રેમાભાઈ હોલના ઉપરના ભાગે આવેલી છતની પેરાફીટની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો.

સવારના સમયે જ એસ્ટેટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટના મજૂરો અને માણસોને બોલાવીને દીવાલને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બે કલાકમાં દીવાલનો ભાગ તોડવામાં આવ્યો હતો. દીવાલનો ભાગ તોડતા પહેલા આજુબાજુના વિસ્તારમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. બેરીકેડિંગ કરી અને આ ભાગને તોડી પાડવામાં આવ્યો છે. દીવાલનો ભાગ નમેલો જોવા મળ્યો હતો અને ત્યાં રોજના અનેક લોકો પસાર થાય છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈ અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રેમાભાઈ હોલ ગુજરાત સરકારની માલિકીની જમીનમાં બનાવવામાં આવેલો છે અને અગાઉ એક ટ્રસ્ટને આપવામાં આવેલો હતો. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રેમાભાઈ હોલ બંધ હાલતમાં છે. દીવાલનો ભાગ નમી જતા તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે આ હોલના સ્ટ્રકચરને લઈને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. જે ભાગ નમેલો જોવા મળ્યો હતો તે અત્યારે અગમચેતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવ્યો છે અને મોટી જાનહાની ટળી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande