ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત
- જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું - iORA પોર્ટલ પર છેલ્લા ત્રણ વર્ષમાં 17.9 લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી, ફીડબેક સેન્ટર દ્વારા 40 હજારથી વધુ કૉલ દ્વાર
ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને  ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત


- જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું

- iORA પોર્ટલ પર છેલ્લા ત્રણ વર્ષમાં 17.9 લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી, ફીડબેક સેન્ટર દ્વારા 40 હજારથી વધુ કૉલ દ્વારા પ્રતિસાદ મેળવવામાં આવ્યો

ગાંધીનગર,19 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યના નાગરિકો સુધી પ્રભાવી અને અસરકારક સેવા વિતરણ સુનિશ્વિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જરૂરી મહેસૂલી સુધારા કરીને સુશાસનનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. તેમનું નેતૃત્વ પારદર્શિતા, સરળતા અને ટેક્નોલોજી આધારિત વહીવટ માટે જાણીતું છે. તેથી જ ગુજરાત સરકારે અમલમાં મૂકેલા વ્યાપક સુધારાઓ આજે રાજ્યના ખેડૂતો, ઉદ્યોગો અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું છે. આ સુધારાઓને લીધે રાજ્યના વિકાસને નવી ગતિ મળી છે, જે “ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ” અને “ઈઝ ઑફ લિવિંગ”ને મજબૂતી આપે છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ગવર્નન્સને નવી ગતિ આપી છે. ઇ-ધરા જેવી પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેના લીધે ખરાઇ સાથેના જમીન રેકોર્ડ સુરક્ષિત અને ઝડપથી નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. પરિણામે જમીન સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કાયદાકીય સુરક્ષા જાળવીને પ્રક્રિયાને સરળ બનાવવા માટે બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવામાં આવી છે. તેમાં સમયસર મંજૂરી મળવાથી સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉદ્યોગોને ફાયદો થવાની સાથે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સાથો સાથ, ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ હેઠળ 34 જિલ્લાઓમાં જમીન માપણી અને રીસર્વેની કામગીરી ના કારણે જેના કારણે જમીન વિવાદોમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને લોન, પાક વીમા અને સરકારી સહાય સરળતાથી મળી રહી છે.

જમીન ફાળવણીને લગતા સુધારા અંતર્ગત iORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે. 7/12 સિવાય, વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી 36થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ iORA પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે. વર્ષ 2022થી 18 ડિસેમ્બર 2025 સુધીમાં iORA પોર્ટલ ઉપર વિવિધ પ્રકારની 36 સેવાઓને લગતી કુલ 17.9 લાખથી વધારે અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. આ ફેસલેસ સર્વિસના કારણે સેવાઓમાં પારદર્શિતા આવી છે અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બની છે. iORA ફીડબેક સેન્ટર પર 40799 જેટલાં કોલ ના જવાબ આપવામાં આવ્યા છે.

મહેસૂલી સેવાઓમાં ડિજિટલ ટેક્નોલોજીને સામેલ કરવાથી કામગીરી વધુ સરળ, પારદર્ષક અને ઝડપી બની છે. ગરવી 2.0 પોર્ટલના રાજ્યવ્યાપી અમલીકરણ દ્વારા દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ઓનલાઇન અને ફેસલેસ બનાવવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ડ્રોન ફ્લાઇટ દ્વારા 8700થી વધુ ગામોમાં સર્વે પૂર્ણ કરીને 11.52 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. જન સેવા અને ઈ-ધરા કેન્દ્રો પરથી ફિઝિકલ સહી-સિક્કા વગરની ડિજિટલ સહી અને QR કોડવાળી નકલો (VF-6, VF-7, 8A) મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે. તે સિવાય અરજદાર હવે સીટી સરવે કચેરીની રૂબરૂ મુલાકાત કર્યા વગર ઓનલાઇન માધ્યમથી ઇ-સીલ દ્વારા પ્રમાણિત કરેલી પ્રોપર્ટીકાર્ડની નકલ ઘરે બેઠા મેળવી શકે છે.

મહેસૂલ વિભાગે ISROની અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી રાજ્યના સમગ્ર ભૂભાગનું ઉચ્ચ રિઝોલ્યુશન ક્ષમતા સાથે મેપિંગ હાથ ધર્યું છે. આ પહેલ અંતર્ગત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો, લીઝ પર આપેલી જમીનનો દુરુપયોગ અને મર્યાદા બહારના ખનન (Mining) જેવી પ્રવૃત્તિઓ પર સચોટ દેખરેખ રાખવામાં આવે છે.

AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા કોઈપણ અનધિકૃત ફેરફાર થતાં જ 'iORA' અને 'RO Diary' પર સ્વચાલિત (Automatic) એલર્ટ જનરેટ થાય છે, જેનાથી જમીન પર ત્વરિત કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય છે. રાજ્યમાં સરકારી જમીનોના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ દ્વારા અત્યાર સુધીમાં 3990 હેક્ટરથી વધુ જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પુનઃપ્રાપ્ત કરાયેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹3339 કરોડથી વધુ છે.

જમીન સંપાદનની કામગીરીને ઝડપી બનાવવા માટે ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ કરવામાં આવ્યું છે જેના લીધે રાજ્યના જાહેર ક્ષેત્રના 60 જેટલા મહત્વના પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે, આબુરોડ-તારંગા હિલ રેલવે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્વના પ્રોજક્ટ્સમાં સફળતાપૂર્વક જમીન સંપાદન થવાથી ખેડૂતોને ઝડપથી વળતર મળી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત નિર્માણની યાત્રા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande