મહેસાણા ખાતે “સશક્ત નારી મેળા”નું ભવ્ય ઉદ્ઘાટન, 38 SHGને રૂ. 1.14 કરોડની લોન વિતરણ
મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા ખાતે વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વાહન વ્યવહાર વિભાગ મંત્રી પ્રવિણ માળીના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં “સશક્ત નારી મેળા”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મન
મહેસાણા ખાતે “સશક્ત નારી મેળા”નું ભવ્ય ઉદ્ઘાટન, 38 SHGને રૂ. 1.14 કરોડની લોન વિતરણ


મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા ખાતે વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વાહન વ્યવહાર વિભાગ મંત્રી પ્રવિણ માળીના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં “સશક્ત નારી મેળા”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને સ્વરોજગાર તથા આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સ્વસહાય જૂથો (SHG)ને પ્રોત્સાહન આપવા માટે કુલ 38 SHGને રૂ. 1.14 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોનથી મહિલાઓ પોતાના નાના ઉદ્યોગો, સ્વરોજગાર પ્રવૃત્તિઓ અને આવક વધારવાના કાર્યોને વધુ મજબૂત બનાવી શકશે. સાથે જ કાર્યક્રમમાં 7 B.C. સખીની નિમણુંક કરવામાં આવી હતી, જે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓના વિકાસ વિના સમાજનો સર્વાંગી વિકાસ શક્ય નથી. સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના પરિણામે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. “સશક્ત નારી મેળા” મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વરોજગાર અને પ્રગતિની નવી દિશા દર્શાવતો મહત્વપૂર્ણ કાર્યક્રમ સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande