ધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો, માત્ર 115 દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ
સુરેન્‍દ્રનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદરામજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને
ધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો,માત્ર 115 દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ


સુરેન્‍દ્રનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદરામજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને વિધિવત રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર 115 દિવસના વિક્રમી સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ બ્રિજ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા મુસાફરો માટે યાતાયાત વધુ સરળ અને સુગમ બનશે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર આવતા નાગરિકો અને વિદ્યાર્થીઓના સમયની મોટી બચત થશે. સરકાર દ્વારા તમામ વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને આ પ્રોજેક્ટને ત્વરિત મંજૂરી આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધી સલામત અને સુરક્ષિત રોડ નેટવર્ક પહોંચાડવા કટિબદ્ધ છે. આજે ગામડાઓમાં પણ શહેરો જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જે રાજ્યના મજબૂત રોડ કનેક્ટિવિટીના માળખાને સાબિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande