
ગાંધીનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 300ને પાર બનેલો છે, જે 'ગંભીર' કેટેગરીમાં છે. આ એક અઠવાડિયામાં અંદાજે 82 સિગારેટ પીવા બરાબર છે. દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી 'Severe+' (અતિ ગંભીર) કેટેગરીમાં છે અને AQI 400 થી 500 બનેલો છે.
લો વિજીબીલીટીને કારણે ફ્લાઇટ અને ટ્રેનો મોદી અપડે અથવ કેન્સલ કરવી પડી છે. યોગ નગરી ઋષીકેશથી સાબરમતી સુધી આવતી ટ્રેન નંબર 19032, યોગા એક્સપ્રેસ, ઉત્તર ભારતના વિસ્તારોમાં લો વિજીબીલીટી (ફોગ)ના કારણે લગભગ 6 કલાકના વિલંબથી ચાલતા ગુરુવારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ટ્રેન બપોરે લગભગ 2 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બોર્ડ કરાવવાની હતી, પરંતુ તે સાંજ લગભગ 8 વાગ્યાથી પણ મોડી આવી હતી.
ટ્રેનમાં ગાંધીનગરમાંથી ઓછામાં ઓછા 150 મુસાફરો હતા અસરગ્રસ્ત થયા હતા.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું, ઓછી વિજીબિલિટી કારણે ટ્રેનમાં વિલંબ થયો હતો. શરૂઆતમાં ટ્રેન લગભગ એક કલાક અથવા તેનાથી ઓછા સમય માટે મોડી પડી હતી, પરંતુ બાદમાં અન્ય સ્ટેશન પર સમય ઉપલબ્ધ ન હોવાના કારણે તેને ક્લિયરન્સ મળી શકી નહીં.
પરિણામે ટ્રેન આગળ વધતી રહી અને વિલંબનો સમય સતત વધતો ગયો.
બાળકો સાથેના પરિવારો, વૃદ્ધ મુસાફરો અને આરોગ્ય સંબંધિત જરૂરિયાત ધરાવતા લોકો માટે મુશ્કેલીઓ વધુ ગંભીર બની. ઘણા મુસાફરોના જણાવ્યા મુજબ વિલંબના કારણે તેમની આગળની ટ્રેનો ચૂકી ગઈ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ