
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા યુવા કેન્દ્રિત ફોરમના ભાગરૂપે 20 ડિસેમ્બર, ના રોજ સાંજે એએમએ ખાતે “શું ડિબેટ એ નવા વક્તાઓ માટેનું મંચ છે?” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ જેમ જાહેર સંવાદની શૈલી બદલાઈ રહી છે, તેમ આ ડિસ્કશનનો ઉદ્દેશ્ય એ તપાસવાનો છે કે શું પરંપરાગત ડિબેટ હજુ પણ આગામી પેઢીના નેતાઓ અને વક્તાઓ માટે પ્રાથમિક તાલીમ ક્ષેત્ર છે.
આ પેનલ ડિસ્કશનમાં મુખ્ય વક્તાઓ તરીકે રથિન ભટ્ટ (નેશનલ જનરલ સેક્રેટરી, છાત્ર સંસદ ઇન્ડિયા; કન્સલ્ટન્ટ, માઈકલ પેજ), કૃણાલ શાહ (યુથ આઈકોન, યુવા બાબતોનું મંત્રાલય, ભારત સરકાર; મેનેજર, એલિક્સિર ફાઉન્ડેશન) અને આદિત્ય ભટ્ટ (રાષ્ટ્રીય સ્તરના ડિબેટર અને ટ્રેનર; સ્થાપક, ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટી) સંબોધન કરશે. આ પેનલ ડિસ્કશનનું સંચાલન એવોર્ડ વિજેતા એન્કર (Emcee) અને પબ્લિક સ્પીકિંગ કોચ લિપિ ગોયલ દ્રારા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ