
- ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજા અને સેક્રેટરી પદે ભાવિક પંડ્યા
અમદાવાદ,20 ડિસેમ્બર (હિ.સ.) ગઇકાલ સમગ્ર ગુજરાતના 278 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ યતીન ઓઝા ચૂંટાઈ આવ્યા.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી ગઇકાલે યોજાઈ ગઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ યતીન ઓઝા ચૂંટાઈ આવ્યા છે. તેઓને ચૂંટણીમાં કુલ 946 મત મળ્યા છે. ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજાની ચૂંટાઇ આવ્યા છે. જ્યારે સેક્રેટરી પદે ભાવિક પંડ્યા અને જોઇન્ટ સેક્રેટરી પદે દર્શન દવે અને ખજાનચી પદે અમી પટેલ જીત્યા છે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 2500 કરતાં વધુ મતદારો નોંધાયેલા છે.
આ વખતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની પ્રમુખ પદ માટે 5 ઉમેદવારો ઊભા હતા. જેમાં એડવોકેટ યતીન ઓઝા, બાબુ માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીરાજસિંહ જાડેજા અન્ય પાંચ ઉમેદવાર હતા. જનરલ સેક્રેટરીના પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ બારીયા, ભાવિક પંડ્યા, દેવેન્દ્ર પંડ્યા અને વિશાલ ઠક્કર ઉમેદવાર હતા.
ખજાનચીના મહિલા અનામત પદ માટે ભક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર હતા. જ્યારે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 10 ઉમેદવાર નોંધાયા હતા.
. યતીન ઓઝાએ પોતાની જીતની સાથે જણાવ્યું હતું કે, તેઓ હાઇકોર્ટમાં ઇ-ફાઇલિંગ, વકીલોની માટે નવી ચેમ્બર બનાવવાની માંગ અને જુનિયર વકીલોને જમવા માટેની બેઠક વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને આગામી સમયમાં કાર્ય કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ