સિધ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને નાના બાળકોએ વિવિધ રમતો દ્વારા પોતાની શ
યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને નાના બાળકોએ વિવિધ રમતો દ્વારા પોતાની શારીરિક તથા માનસિક ક્ષમતાનો પરિચય આપ્યો.

આ રમોત્સવમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પિરામિડ, ડમ્બેલ્સ, સેકરેસ અને દોડ જેવી પરંપરાગત રમતો સાથે પેપર કપ સાથે બોલ બેલેન્સ, ખુરશી ગોઠવવી, હુલ્લાહૂપ સાથે ચાલવું અને બુક બેલેન્સ જેવી સંતુલન અને એકાગ્રતા માગતી સ્પર્ધાઓ યોજાઈ. બાળકોએ ખેલદિલીપૂર્વક પોતાની શક્તિ દર્શાવી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી. વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે 300થી વધુ વાલીઓ હાજર રહ્યા, જેના પરિણામે રમોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande