કપરાડામાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ: બાળકીને જન્મ બાદ આરોપીની ધરપકડ
વલસાડ, 21 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સગીરાએ નાસિકની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ મુજબ, નવેમ્બર 2024માં સગાઈ થયા બાદ સગી
કપરાડામાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ: બાળકીને જન્મ બાદ આરોપીની ધરપકડ


વલસાડ, 21 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સગીરાએ નાસિકની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પોલીસ મુજબ, નવેમ્બર 2024માં સગાઈ થયા બાદ સગીરા આરોપી યુવકના ઘરે રહેવા ગઈ હતી. આ સમય દરમિયાન યુવકે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી યુવક ગામની અન્ય યુવતી સાથે ફરાર થઈ ગયો હતો અને સગાઈ તોડી નાખી હતી.

ઘટનાની જાણ થતાં નાસિક પોલીસે પ્રાથમિક તપાસ કરીને કપરાડા પોલીસને માહિતી આપી હતી. ત્યારબાદ કપરાડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande