
સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) : સુરત શહેરમાં નશા અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણને રોકવા માટે ઝોન-3 પોલીસ એક્શન મોડમાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વેચાતા હુક્કા, ગોગો પેપર, રોલિંગ પેપર અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અભિયાન દરમિયાન કુલ 24 ગુનાઓ નોંધાયા છે અને નિયમોનું ઉલ્લંઘન કરતા 13થી વધુ પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન લાખોની કિંમતનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત થયો છે.
ઝોન-3ના ડીસીપી રાઘવ જૈનએ જણાવ્યું કે તાજેતરના જાહેરનામા મુજબ ગોગો પેપર અને રોલિંગ પેપરના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ છે. જાહેરનામા ભંગ અને COTPA કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને પોલીસએ નાગરિકોને આવા ગેરકાયદેસર વેચાણની જાણ કરવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે