પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં, માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ.
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.)ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં જાહેર કરાયેલી ખાસ મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગુજરાત રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયો અને ત્યારે પ
પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ.


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.)ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં જાહેર કરાયેલી ખાસ મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગુજરાત રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયો અને ત્યારે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવા જિલ્લા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર ધાનાણીએ રાજકીય પક્ષોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ખાસ સઘન સુધારણા ઝુંબેશની પ્રથમ તબક્કાની કામગીરી તા.14/12/2025 ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. તેના અનુસંધાને આગામી આજ રોજ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે

આ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જિલ્લામાં કુલ 5,01,743 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 4,34,924 મતદારોના જરૂરી આધાર પુરાવા સાથેના ગણતરી ફોર્મ પરત મળ્યા છે. જોકે, આ પૈકી 2002 ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા 28,133 મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોને બીજા તબક્કાની કામગીરી દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તા.19/12/2025 થી તા.18/1/2026 દરમિયાન હક, દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેકટરએ વધુ જણાવ્યું કે તા.19/12/2025 ના રોજ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં જિલ્લામાંથી 66800 મતદારો મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર ન મળવા સહિતના અન્ય કારણોસર તેમના ઈએફ ફ્રોમ મળ્યાં નથી તેમના નામ પ્રથમ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આવા 66800 મતદારોના નામની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર,ceo (મુખ્ય નિર્વાચીન અધિકારીની વેબસાઈટ) પર અને રાજકીય પક્ષોને પણ બુથ વાઇઝ નામોની યાદી આપવામાં આવી છે તેમ છતાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તેવા લોકો જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવશે તો તેમના નામો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે પણ બીજા તબક્કાની કાર્યવાહી દરમ્યાન જરૂરી વિગતો આપવામાં નિષ્ફળ રહેશે તો તેમના નામ આખરી મતદાર યાદીમાંથી સમાવેશ કરવામાં આવશે નહી. અને તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદી આપવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, બીજેપી પોરબંદર બીએલએ સુરેશ સિકોતરીયા,કોંગ્રેસ પક્ષમાંથી પોપટભાઈ સાચીયા, આમ આદમી જિલ્લા મહિલા ઉપપ્રમુખ નીતાબેન સાદિયા, આમ આદમી પાર્ટીના સોલંકી સોનલબેન. એન, બહુજન સમાજ વાદી પાર્ટીના દિનેશ બી માંડવીયા,જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સંદિપ જાદવ, ચૂંટણી મામલતદાર હર્ષદ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande