ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો
- 3 પેનલ વચ્ચે ભાજપના જ 2 ઉમેદવારો આમને સામને ઉમેદવારી કરી હતી ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ બાર એસો.ની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી
ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો


ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો


- 3 પેનલ વચ્ચે ભાજપના જ 2 ઉમેદવારો આમને સામને ઉમેદવારી કરી હતી

ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ બાર એસો.ની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ભરૂચ જિલ્લા બાર એસોસોયેશનની ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાય હતી. કુલ 876 મતદારો નોંધાયેલા હતા તેમાંથી 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ભાજપના જ 2 ઉમેદવારો આમને સામને ઉમેદવારી કરી હતી.ભરૂચ જિલ્લા બાર એસએસએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે.

પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા, અજબખાન સિપાઈ અને બીરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ભરૂચ જિલ્લા બાર એસોસીએશનમાં 876 મતદારો નોંધાયેલાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande