
- સ્વદેશી ચીજવસ્તુના 100 સ્ટોલ ઉભા કરાયા છે
ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સશક્ત નારી મેળાનું તંત્ર દ્વારા આયોજન કરાયું છે.સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે. જેમાં સ્વદેશી ચીજવસ્તુના 100 સ્ટોલ ઉભા કરાયા છે. 21 ડિસેમ્બર સુધી ચાલશે મેળો.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા 21મી ડિસેમ્બર સુધી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સશક્ત નારી મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પુરૂ પાડવામાં આવશે. જેમાં 100 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલમાં સ્વ સહાય જૂથો, મહિલા સ્ટાર્ટઅપ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરવામાં આવી રહી છે. મુખ્યત્વે હસ્તકલા, મીલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જર,ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા, નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ