ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, સામાન્ય ધ્રુજારી
-વહેલી સવારે 4.56 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો -ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 45 કી.મી.દૂર જંબુસર નજીક -ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર 2.8 નોંધાઇ હતી ભરૂચ 20 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, સામાન્ય ધ્રુજારી


-વહેલી સવારે 4.56 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો

-ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 45 કી.મી.દૂર જંબુસર નજીક

-ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર 2.8 નોંધાઇ હતી

ભરૂચ 20 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 4.56 કલાકે નોંધાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. જોકે, ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.

સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. આ આંચકા અનુભવાતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક નાગરિકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે, કોઈ મોટી ઘટના કે નુકસાનના સમાચાર નથી.

જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઊભી થઈ નથી. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande