જામનગરમાં પુલ નીચે બાઇક ખાબકતા તરૂણનું મોત નીપજ્યું
જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના કુબેરપાર્ક જવાના રોડ પર નવા પુલીયા પાસે મોટરસાયકલના ચાલકે ગફલતથી ચલાવીને પુલીયા નીચે ખાબકતા પાછળ બેઠેલા એક તરૂણનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું, જયારે ચાલકને પણ ગંભીર ઇજા પહોચી હતી. મળતી માહિતી મુજબ, જામ
બાઈક અકસ્માત


જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના કુબેરપાર્ક જવાના રોડ પર નવા પુલીયા પાસે મોટરસાયકલના ચાલકે ગફલતથી ચલાવીને પુલીયા નીચે ખાબકતા પાછળ બેઠેલા એક તરૂણનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું, જયારે ચાલકને પણ ગંભીર ઇજા પહોચી હતી.

મળતી માહિતી મુજબ, જામનગરના કિશાનચોક રોડ, ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ પાસે રહેતા ડ્રાઇવીંગ કરતા આરીફ હબીબભાઇ નોયડા (ઉ.વ.૪૩)એ ગઇકાલે સીટી-એમાં ઘાંચી કબ્રસ્તાન આવાસ સામે રહેતા જીસાન જાવીદ કાસરીયા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. આરોપી જીસાન તથા ફરીયાદીનો પુત્ર અમન (ઉ.વ.૧૫) બંને જણા આરોપીનું નંબર વીનાનું સ્પ્લેન્ડર બાઇક લઇને તા. ૧૯ સવારના ઘર તરફ આવતા હતા ત્યારે કુબેરપાર્ક જવાના રોડ પર નવા પુલીયા પાસે પહોચતા આરોપીએ પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક પરથી કાબુ ગુમાવી દેતા બાઇકને પુલની નીચે પછાડી દેતા પાછળ બેઠેલા અમનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું, જયારે પોતાને પણ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. ફરીયાદ અનુસંધાને પીએસઆઇ બ્લોચ દ્વારા તપાસ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande