સાવરકુંડલા-મહુવા રોડ પર ગોકળગતી ગતિએ ચાલતું વિકાસ કામ, વેપારીઓ અને વાહનચાલકો ત્રસ્ત
અમરેલી, 20 ડિસેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં વિકાસ કામો જરૂરી અને આવશ્યક છે, પરંતુ જ્યારે એ કામો ગોકળગતી ગતિએ ચાલે ત્યારે જનતા માટે તે પીડાનું કારણ બની જાય છે. સાવરકુંડલાના મહુવા રોડ ઉપર ચાલી રહેલા વિકાસ કાર્યને કારણે વેપારીઓ તેમજ વાહનચાલકો ભાર
સાવરકુંડલા મહુવા રોડ પર ગોકળગતી ગતિએ ચાલતું વિકાસ કામ, વેપારીઓ અને વાહનચાલકો ત્રસ્ત


અમરેલી, 20 ડિસેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં વિકાસ કામો જરૂરી અને આવશ્યક છે, પરંતુ જ્યારે એ કામો ગોકળગતી ગતિએ ચાલે ત્યારે જનતા માટે તે પીડાનું કારણ બની જાય છે. સાવરકુંડલાના મહુવા રોડ ઉપર ચાલી રહેલા વિકાસ કાર્યને કારણે વેપારીઓ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

મહુવા રોડ શહેરનો મુખ્ય અને વ્યસ્ત માર્ગ હોવાથી અહીંથી રોજે રોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. છેલ્લા લાંબા સમયથી રોડનું કામ અડધું અધૂરું પડ્યું હોવાના કારણે ટ્રાફિક જામ, ધૂળ-માટીના વાદળો અને અવરજવરમાં ભારે અવરોધ ઊભો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના કારણે ધંધા પર સીધી અસર પડી રહી છે.

વાહનચાલકો પણ રોજબરોજની મુસાફરી દરમિયાન સમય અને ઇંધણ બંનેનો વધારાનો ખર્ચ ભોગવી રહ્યા છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દર્દીઓ અને કામકાજ માટે જતા લોકો માટે આ માર્ગ પરની સ્થિતિ વધુ કઠિન બની છે. સ્થાનિક નાગરિકો અને વેપારી વર્ગનું એકસૂરું કહેવું છે કે વિકાસ કામનો વિરોધ નથી, પરંતુ કામમાં અનાવશ્યક વિલંબ ન થવો જોઈએ. સંબંધિત તંત્ર દ્વારા કામમાં ઝડપ લાવવામાં આવે અને વહેલી તકે માર્ગ સુચારુ બનાવવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande