જામનગર બાર એસો.ની ચૂંટણીના પરિણામ જાહેર : પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા ચુંટાયા
જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર બાર એસોસીએશનની ચુંટણી ગઇકાલે ઉત્સાહભેર અને શાંતીપુર્ણ રીતે સંપન્ન થઇ હતી, પ્રમુખ તરીકે સતત બારમી વખત ભરતભાઇ સુવા વિજેતા થયા હતા, અગાઉ ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી અને ૩ મહિલા કારોબારી સભ્યોને બિનહરીફ જાહેર
જામનગર બાર એસો.ની ચૂંટણીનું પરિણામ


જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર બાર એસોસીએશનની ચુંટણી ગઇકાલે ઉત્સાહભેર અને શાંતીપુર્ણ રીતે સંપન્ન થઇ હતી, પ્રમુખ તરીકે સતત બારમી વખત ભરતભાઇ સુવા વિજેતા થયા હતા, અગાઉ ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી અને ૩ મહિલા કારોબારી સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા. મોડી સાંજે રીઝલ્ટ જાહેર કરાયા બાદ ચુંટાયેલા પ્રમુખ અને હોદેદારોના સમર્થકો, વકીલમિત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી, ઢોલ-તાલના સંગાથે વિજયને વધાવવામાં આવ્યો હતો.

જામનગર બાર એસોસીએશનની ગઇકાલે શુક્રવારે ૨૦૨૬ના હોદેદારો માટેની ચુંટણીની પ્રક્રિયા યોજવામાં આવી હતી, સવારથી સાંજ સુધી મતદાન થયુ હતું, જેમાં ૧૨૩૨ મતદાતાઓ પૈકી કુલ ૯૮૫ મત પડયા હતા અને એ પછી મતની ગણતરી કરવામાં આવી હતી અને મોડી સાંજે ગણતરી સંપન્ન થયા બાદ વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા.

જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે ભરતભાઇ એસ. સુવા સતત બારમી વખત વિજેતા બનતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ભરતભાઇ સુવાને ૫૯૮ જંગી મત મળ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને ૩૭૬ મત મળ્યા હતા, ઉલ્લેખનીય છે કે વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે રૂચીર આર. રાવલ, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી, જો. સેક્રેટરી દિપકકુમાર ગચ્છર તથા કારોબારીના ૩ મહિલા સભ્ય ગીતાબેન પારેગી, દિપાલીબેન મંગે અને માનશીબેન જાટીયા અગાઉ જ બિનહરીફ થયા હતા આથી બાકીના હોદા માટે ચુંટણી થઇ હતી.

લાયબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજાને ૫૩૩ મત મળ્યા હતા અને વિજેતા થયા હતા, ખજાનચીમાં ચાંદનીબેન પોપટને ૬૩૧ મત સાથે ચુંટાયા હતા, મહિલા પ્રતિનિધીઓમાં ૩૮૫ મત સાથે રાધાબેન રાવલીયા જયારે કારોબારી સભ્યોમાં દિપકભાઇ ભાલારાને સૌથી વધુ ૭૦૯ મત મળ્યા હતા. આ ઉપરાંત મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઇ લહેરૂ, વનરાજભાઇ મકવાણા, જયેશભાઇ સુરડીયા, ખોડીયાભાઇ વાઘેલાને કારોબારી સભ્ય તરીકે વિજેતા જાહેર કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande