

પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.)તા. 19 ડિસેમ્બર, 2025ના રોજ સિદ્ધપુર બાર એસોસિએશનમાં 2026ના કાર્યકાળ માટે પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો સ્પર્ધા યોજાઈ હતી જેમાં એડવોકેટ સૈયદઅલી ઉસ્માનમિયા સૈયદને 80 મતો મળ્યા અને તેમણે એડવોકેટ હસમુખભાઈ (51 મત) અને એડવોકેટ પૃથ્વીસિંહ (40 મત)ને પાછળ છોડીને પ્રભાવી વિજય હાંસલ કર્યો.
ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ કમલેશભાઈ કે. દવે બિનહરીફ ચૂંટાયા. તેઓ પૂર્વે સિદ્ધપુર નગરપાલિકાના નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રહ્યા છે અને હાલ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજમાં ઇન્ટરનલ ઓડિટર તરીકે કાર્યરત છે.
ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, નવા પદાધિકારીઓને સાથી વકીલો અને અગ્રણીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ