
ગીર સોમનાથ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સાંસદ સભ્ય રાજેશ ભાઈ ચૂડાસમા દ્વારા જૂનાગઢ - ગીર સોમનાથ લોકસભા વિસ્તારમાં “ફીટ યુવા ફોર વિકસિત ભારત”ના મંત્ર સાથે યુવા શક્તિનો મહાકુંભ એટલે “સાંસદ ખેલ મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. “ખેલો ઈન્ડિયા” અને “ફીટ ઈન્ડિયા” અભિયાન અંતર્ગત યોજાનાર આ ખેલ મહોત્સવના કાર્યક્રમ અનુસાર શેઠ જીવણલાલ મોતીચંદ વિનયમંદિર, ચોરવાડ ખાતે અંડર અને ઓપન - ૧૭ વયજૂથ વોલિબોલ, અંડર અને ઓપન - ૧૭ વયજૂથ કબડ્ડી તથા અંડર - ૧૭, ઓપન વયજૂથ, ૪૦ વર્ષ ઉપર અને ૬૦ વર્ષ ઉપરની રસ્સાખેંચની સ્પર્ધા યોજાશે.
જ્યારે તા. ૨૧-૧૨-૨૦૨૫ સવારે ૦૮:૩૦ કલાકે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જૂનાગઢ ખાતે અંડર અને ઓપન – ૧૭ એથ્લેટિક્સ સ્પર્ધા, જિમખાના, સરદાર પટેલ ચોક ખાતે અંડર અને ઓપન – ૧૭ વયજૂથ બેડમિન્ટન સ્પર્ધા અને બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ખાતે અંડર અને ઓપન – ૧૭ વયજૂથ કુસ્તી સ્પર્ધા યોજાશે. આ જ કડીમાં તા. ૨૫-૧૨-૨૦૨૫ સવારે ૦૮:૩૦ કલાકે સોમનાથ બીચ ખાતે અંડર અને ઓપન – ૧૭ વયજૂથ બીચ વૉલિબોલ, રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે અંડર - ૧૭, ઓપન વયજૂથ, ૪૦ વર્ષ ઉપર અને ૬૦ વર્ષ ઉપરના વયસ્ક માટે યોગાસન સ્પર્ધા યોજાશે.
જે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું નથી તેઓ સ્પર્ધાસ્થળેથી રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે કનકસિંહ ખેરના મોબાઈલ નંબર ૯૭૨૩૪૬૮૫૦૦ પર સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ