બિલીયા ગામમાં રૂ. 157 લાખના બે નવા સીસી રોડનું ખાતમુહૂર્ત
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં રૂ. 157 લાખના ખર્ચે બે નવા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોનો પ્રારંભ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કર્યો હતો. આ પ્રોજેક્ટથી ગામતળના રસ્તાઓ પાકા બનશે, જેન
બિલીયા ગામમાં રૂ. 157 લાખના બે નવા સીસી રોડનું ખાતમુહૂર્ત


બિલીયા ગામમાં રૂ. 157 લાખના બે નવા સીસી રોડનું ખાતમુહૂર્ત


બિલીયા ગામમાં રૂ. 157 લાખના બે નવા સીસી રોડનું ખાતમુહૂર્ત


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં રૂ. 157 લાખના ખર્ચે બે નવા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોનો પ્રારંભ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કર્યો હતો.

આ પ્રોજેક્ટથી ગામતળના રસ્તાઓ પાકા બનશે, જેના કારણે સ્થાનિક પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે. સાથે સાથે ગ્રામજનોને રોજિંદી આવન-જાવનમાં વધુ સુવિધા મળશે.

નવા મંજૂર થયેલા કામોમાં બિલીયા દૂધ ડેરીથી પ્રકાશ વિદ્યાલય રોડ સુધી 0.500 કિલોમીટર લંબાઈનો સીસી રોડ રૂ. 77 લાખના ખર્ચે બનાવાશે. આ કામ 3થી 4 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

બીજો સીસી રોડ બિલીયાથી લાલપુર (લક્ષ્મીપુરા) રોડ પર સુવિધાપથ યોજના હેઠળ 0.500 કિલોમીટર લંબાઈમાં રૂ. 80 લાખના ખર્ચે બનાવાશે. આ રોડનું કામ 2થી 3 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ પ્રસંગે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સમગ્ર વિસ્તારના વિકાસ માટે તળાવો અને માર્ગોમાં અત્યાર સુધી રૂ. 5000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande