
પોરબંદર, 20 ડિસેમ્બર (હિ.સ.)હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક્સેસ લઈને જતા ઈસમો પર શંકા જતા તેનો પીછો કરતા ઈસમો એક્સેસ સ્કૂટર છોડી ખેતરમાં રહેલા બાવળની જાળનો ફાયદો ઉઠાવી નાસી છૂટ્યા હતા. પોલીસે શંકાના આધારે એક્સેસ ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 750 એમ.એલ.ની 5 અને 180 એમ.એલ. ની 32 બોટલ તથા રિયલમી કંપનીનો ફોન મળી આવ્યો હતો જેથી પોલીસે એસકસેસ સહીત તમામ વસ્તુઓ કબ્જે કરી હાર્બર મેરિન પોલીસ સ્ટેશનમાં એક્સેસનો ચાલાક તથા તેની પાછળ બેઠેલા વ્યક્તિ એમ કુલ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya