હાઇવે પર મોટરસાઇકલ પર સ્ટંટ કરનાર યુવાનને ઝડપી પાડ્યો.
પોરબંદર, 20 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોરબંદર-રાજકોટ હાઇવે પર એક ઈસમ માનવ જિંદગી જોખમાઈ તે રીતે પોતાના કબ્જાની મોટરસાયકલ ચલાવતો હતો. પોલીસે આ મામલે વિડીયો રેકોર્ડ કરી ઈસમનો પીછો કરી અટક કરી ઉ
હાઇવે પર મોટરસાઇકલ પર સ્ટંટ કરનાર યુવાનને ઝડપી પાડ્યો.


હાઇવે પર મોટરસાઇકલ પર સ્ટંટ કરનાર યુવાનને ઝડપી પાડ્યો.


હાઇવે પર મોટરસાઇકલ પર સ્ટંટ કરનાર યુવાનને ઝડપી પાડ્યો.


પોરબંદર, 20 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોરબંદર-રાજકોટ હાઇવે પર એક ઈસમ માનવ જિંદગી જોખમાઈ તે રીતે પોતાના કબ્જાની મોટરસાયકલ ચલાવતો હતો. પોલીસે આ મામલે વિડીયો રેકોર્ડ કરી ઈસમનો પીછો કરી અટક કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉદ્યોગનાગર પોસ્ટે વિસ્તારમાં માધવાણી કોલેજ રોડ પર માનવ જિંદગી જોખમાય અને પોતાની જિંદગી જોખમાય તે રીતે બાઈક સ્ટંટ કરતો ઈસમ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ધ્યાને આવતા પોલીસે આ શખ્સની અટકાયત કરી નામ પૂછતાં તેણે પોતાનું નામ મેહુલ ઉર્ફે જામનગરી નિલેશભાઈ શિયાળ જણાવ્યું હતું. પોલીસે મેહુલની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. મુકેશ માવદીયાએ તેના વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ભારત ન્યાય સંહિતાની કલમ 281 મુજબ ગુનો દાખલ કરાવી આરોપી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે તે માટે માફી મંગાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande