
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 5 ના 110 થી વધુ વિદ્યાર્થીઓ માટે 20 ડિસેમ્બર, 2025 (શનિવાર)ના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવાસની શરૂઆત અમદાવાદના કાંકરિયા તળાવથી થઈ હતી. અહીં વિદ્યાર્થીઓએ પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ લીધો અને શૈક્ષણિક સાથે મનોરંજનાત્મક અનુભવ મેળવ્યો.
ત્યારબાદ વિદ્યાર્થીઓ ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ગયા. અક્ષરધામમાં પ્રદર્શન અને મંદિરના ભવ્ય સ્થાપત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિક મૂલ્યો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી.
પ્રવાસ દરમિયાન શાળા વહીવટીતંત્ર દ્વારા નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષકો અને સ્ટાફની દેખરેખ હેઠળ સલામતી જળવાઈ રહી અને આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે યાદગાર બન્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ