
પોરબંદર, 20 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા ગેરકાયદે માછીમારી કરતા શખ્સો વિરુદ્ધ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ગત તા. 19 ડિસેમ્બરના રોજ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી.વાળા સહિતનો સ્ટાફ દરિયાઈ પેટ્રોલિંગમાં હતો ત્યારે દિપક કોટીયા નામનો માછીમાર તેની કબ્જા વાળા પીલાણામાં એલ.ઈ.ડી. રાખી માછીમારી કરતો નજરે ચડ્યો હતો. આ મામલે દિપક પાસેથી પરમીટ માંગતા તેની પાસે પરમીટ ન હોવાનું જણાવતા પોલીસે આ મામલે ગુજરાત મત્સ્યોધ્યોગની કલમ 21(ક) (ચ) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya