જામનગર જિલ્લા કલેકટર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર યાદી સુપ્રત કરવામાં આવી
જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભારત નિર્વાચન આયોગના આદેશ અનુસાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં
મતદાર યાદી સુપ્રત કરતા કલેક્ટર


જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભારત નિર્વાચન આયોગના આદેશ અનુસાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.સાથે જ પ્રતિનિધિઓને મૃત્યુ પામેલ, સ્થળાંતરીત તેમજ મળી ન આવેલ કે ગેરહાજર મતદારોની પણ યાદી રજૂ કરાઈ હતી.

આ તકે, જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદારયાદીનો મુસદ્દો અને એએસડી ની બે નકલ (એક હાર્ડકોપી અને એક સોફ્ટકોપી) આપવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો, સૂચનો અને રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે આ પ્રક્રિયામાં પક્ષોની ભૂમિકા અંગે ચર્ચા કરી જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. વધુમાં છેલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જામનગર દ્વારા વધુમાં વધુ નવા મતદાન યાદી મતદારોની નોંધણી કરાવવા રાજકીય પક્ષોને સહકાર આપવા અનુરોધ કર્યો.

ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને ઈસીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ સરાહના કરી હતી અને સમગ્ર કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande