મહેસાણા જિલ્લા લાયઝન ઓફિસર દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર નંદાસણ-2ની મુલાકાત
- રેકોર્ડ તપાસ અને આરોગ્ય માર્ગદર્શન મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના લાયઝન ઓફિસર ડૉ. એ.એમ. કાદરી દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર નંદાસણ-2ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતા વિવિધ રેકર્ડ રજીસ
મહેસાણા જિલ્લા લાયઝન ઓફિસર ડૉ. એ.એમ. કાદરી દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર નંદાસણ-2ની મુલાકાત, રેકોર્ડ તપાસ અને આરોગ્ય માર્ગદર્શન


- રેકોર્ડ તપાસ અને આરોગ્ય માર્ગદર્શન

મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના લાયઝન ઓફિસર ડૉ. એ.એમ. કાદરી દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર નંદાસણ-2ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતા વિવિધ રેકર્ડ રજીસ્ટરોની વિગતવાર તપાસણી કરવામાં આવી અને સેવાઓની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરાયું.

ડૉ. કાદરી સાહેબે આરોગ્ય સેવાઓમાં રહેલા ખામીઓ ઓળખવા માટે ગેપ એનાલિસિસ હાથ ધર્યું હતું. તેમાં દર્દી નોંધણી, સારવાર પ્રક્રિયા, દવાઓનો જથ્થો, રિફરલ સિસ્ટમ, તેમજ માતા-બાળ આરોગ્ય સેવાઓ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. તપાસ દરમિયાન જે બાબતોમાં સુધારાની જરૂર જણાઈ તે અંગે સંબંધિત કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓને દર્દી સેવા, સ્વચ્છતા, સમયસર રેકર્ડ અપડેટ, તેમજ સરકારની આરોગ્ય યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું. ટીમવર્ક અને જવાબદારીપૂર્વકની કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો.

આ મુલાકાતથી આયુષ્યમાન આરોગ્ય મંદિરની સેવાઓ વધુ સુદૃઢ બને અને નંદાસણ વિસ્તારના નાગરિકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સેવા મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande