મહેસાણા મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ, શહેરના વિકાસલક્ષી આયોજનો પર વિસ્તૃત પરામર્શ
મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા ખાતે આયોજિત મહેસાણા મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અધિકારીઓ સાથે શહેરના પ્રગતિશીલ કાર્યો અને વિકાસલક્ષી આયોજનો અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન શહેરના હાલ
મહેસાણા ખાતે મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક યોજાઈ, શહેરના વિકાસલક્ષી આયોજનો પર વિસ્તૃત પરામર્શ


મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા ખાતે આયોજિત મહેસાણા મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અધિકારીઓ સાથે શહેરના પ્રગતિશીલ કાર્યો અને વિકાસલક્ષી આયોજનો અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન શહેરના હાલ ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ, આગામી આયોજન, તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અંગે વિગતવાર ચર્ચા થઈ.

સંકલન સમિતિની બેઠકમાં માર્ગ અને પરિવહન વ્યવસ્થા, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ, સ્વચ્છતા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટિંગ, હરિયાળી, તેમજ સ્માર્ટ સિટી અભિગમ મુજબના કાર્યોની સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓ દ્વારા દરેક વિભાગની હાલની સ્થિતિ અને આગામી સમયગાળાના આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન નક્કી કરાયેલા વિકાસકાર્યો સમયમર્યાદામાં ગુણવત્તાસહ પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું, સંકલન સાથે કામગીરી કરવી અને પારદર્શક વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકથી શહેરના સર્વાંગી વિકાસ માટે વિભાગો વચ્ચે વધુ સારો સંકલન સાધવાનો હેતુ સિદ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. મહેસાણાને વધુ સુવિધાસભર, સ્વચ્છ અને વિકાસશીલ શહેર બનાવવાની દિશામાં આવા સંકલન સમિતિના પરામર્શ મહત્વપૂર્ણ ગણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande