રાજ્યપાલએ તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પંચમહાલ,20 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે આવેલી શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજ્યપાલએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવા અને ગૌ સંવર્ધન
રાજ્યપાલએ તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ

રાજ્યપાલએ તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ

રાજ્યપાલએ તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ

પંચમહાલ,20 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે આવેલી શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજ્યપાલએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવા અને ગૌ સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી નારાયણ ગીર ગૌશાળા દ્વારા શરૂ કરવામાં આવેલ આ કેન્દ્ર પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વ્યાજબી ભાવે જીવામૃત અને ઘન જીવામૃત મળતા પ્રાકૃતિક કૃષિનો ફેલાવો ઝડપથી થશે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ મદદનીશ કલેકટર ઈ.સુસ્મિતા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ સરપંચ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande