જૂનાગઢ અને સુરતથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ફ્રોડ કરનાર 4 ને ઝડપી પાડ્યા
- ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના ચારની ધરપકડ કરી ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા 1 કરોડથી વધુની સ
જૂનાગઢ અને સુરતથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ફ્રોડ કરનારા 4 ને ઝડપી પાડ્યા


જૂનાગઢ અને સુરતથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ફ્રોડ કરનારા 4 ને ઝડપી પાડ્યા


જૂનાગઢ અને સુરતથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ફ્રોડ કરનારા 4 ને ઝડપી પાડ્યા


- ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના ચારની ધરપકડ કરી

ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા 1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જુનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઇન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી.

આરોપીઓએ ફરિયાદીના આધારકાર્ડ અને Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ UPI ID અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા.શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂ. 1.9 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરન્ટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઇલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande