ગાંધીનગર જિલ્લો: મહેસૂલી સુધારાઓ અને ડિજિટલ ક્રાંતિનો સમન્વય
ગાંધીનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યનું પાટનગર હોવાને નાતે ગાંધીનગર હંમેશા સફળ વહીવટી પરિવર્તનોનું કેન્દ્ર રહ્યું છે. છેલ્લા દાયકામાં ગુજરાત સરકાર દ્વારા ''મહેસૂલ વહીવટ''ને વધુ પારદર્શક, ઝડપી અને લોકાભિમુખ બનાવવા માટે જે સુધારાઓ કરવામાં આ
મહેસૂલી સુધારાઓ અને ડિજિટલ ક્રાંતિનો સમન્વય


મહેસૂલી સુધારાઓ અને ડિજિટલ ક્રાંતિનો સમન્વય


ગાંધીનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યનું પાટનગર હોવાને નાતે ગાંધીનગર હંમેશા સફળ વહીવટી પરિવર્તનોનું કેન્દ્ર રહ્યું છે. છેલ્લા દાયકામાં ગુજરાત સરકાર દ્વારા 'મહેસૂલ વહીવટ'ને વધુ પારદર્શક, ઝડપી અને લોકાભિમુખ બનાવવા માટે જે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેની સૌથી સીધી અને સકારાત્મક અસર ગાંધીનગર જિલ્લામાં જોવા મળી છે.

જિલ્લામાં મહેસૂલી સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થયું છે. ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે હવે લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. AnyROR (Any Records of Rights Anywhere પોર્ટલ દ્વારા ખેડૂતો અને નાગરિકો 7/12, 8A અને 6 ના ઉતારા ઓનલાઇન મેળવી શકે છે.

હવે બિન-ખેતી (NA) પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. અગાઉ ગાંધીનગરમાં જમીન બિન-ખેતી કરાવવા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડતી હતી. હવે સરકાર દ્વારા 'ઓનલાઇન NA' ની સુવિધા શરૂ કરવામાં આવી છે. ચોક્કસ સમયમર્યાદામાં જ અરજીનો નિકાલ અને માનવ હસ્તક્ષેપ વગર પ્રક્રિયા પૂર્ણ થવાથી ઉદ્યોગો અને રહેણાંક પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે.

i-ORA (Integrated Online Revenue Applications) પ્લેટફોર્મ એ મહેસૂલી અરજીઓને એક છત્ર નીચે લાવી દીધી છે. ગાંધીનગરના નાગરિકો આ પોર્ટલ દ્વારા જમીન પ્રીમિયમ ભરવા, ખેડૂત પ્રમાણપત્ર મેળવવા, જમીન માપણીની અરજી કરવા જેવી સુવિધાઓનો લાભ ઘરે બેઠા લઈ રહ્યા છે. જિલ્લામાં iORA પોર્ટલ પર જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ સહિત અલગ-અલગ 19 પ્રકારની 21,063 થી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે.

iORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે. 7/12 સિવાય, વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી 36થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ iORA પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે. તા.01/01/2022 થી 19 ડિસેમ્બર, 2025 સુધીમાં iORA પોર્ટલ ઉપર જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ સહિત અલગ-અલગ 19 પ્રકારની 21,063 જેટલી અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. આ ફેસલેસ સર્વિસના કારણે સેવાઓમાં પારદર્શિતા આવી છે અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બની છે.

ગાંધીનગર જિલ્લામાં જમીનના સીમાંકન અને માપણી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિ-સર્વેની કામગીરીમાં રહેલી ક્ષતિઓ સુધારવા માટે જીપીએસ (GPS) અને ડ્રોન સર્વેક્ષણ થકી કામગીરી કરવામાં આવી છે. ગાંધીનગર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે પણ કોઈ મિલકતનું વેચાણ થાય, ત્યારે તેની ઓટોમેટિક એન્ટ્રી મહેસૂલ રેકોર્ડમાં પડી જાય તેવી સિસ્ટમ અમલમાં છે. આનાથી 'ટાઈટલ ક્લિયરન્સ' વધુ વિશ્વસનીય બન્યું છે.મહેસૂલી સુધારાઓથી પારદર્શિતા વધી છે. મહિનાઓનું કામ હવે દિવસોમાં થાય છે.

મહેસૂલી સુધારાઓનો ઉદ્દેશ્ય નાગરિકોને વહીવટી પ્રક્રિયાના બોજમાંથી મુક્ત કરી, ટેકનોલોજીના માધ્યમથી ન્યાયી અને ઝડપી વહીવટ પૂરો પાડવાનો છે. આ સુધારાઓથી ગાંધીનગરની આસપાસના વિસ્તારો (જેવા કે ગિફ્ટ સિટી, અડાલજ, કલોલ) માં રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક મૂડીરોકાણ વધ્યું છે. જેના થકી પાટનગરના આર્થિક વિકાસમાં વધારો થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande