

પોરબંદર, 20 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર કોગ્રેસે ભાજપ સરકાર વિરૂધ્ધ રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. કોંગ્રેસ આંદોલન કરતા કમલાબાગ પોલીસ 20 જેટલા કોગીં કાર્યકર્તાઓની અટકાત કરી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ સોનિયા ગાંધીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.
આ મામલામાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેને દિલ્હીની કોર્ટે ફગાવી દીધી છે એટલુ જ નહીં આ સાથે જ ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી તેને પણ ફગાવી દીધી છે. આજ મુદે રાહુલ ગાંધીના સમર્થનમા તથા ભાજપ વિરૂધ્ધમાં રાજ્યવ્યાપી કોગ્રસના કાર્યકરોએ વિવિધ વિરોધ પ્રદર્શન નોધાવ્યો હતો તેજ રીતે પોરબંદર કોગ્રેસે પણ શહેરના ટ્રાફિકથી ધમધમતા હાર્મની સર્કલ ચાર રસ્તા પર ભાજપ વિરૂધ્ધ નારા લગાવી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ વ્યકત કર્યો હતો પોરબંદર કોગ્રેસે આક્ષેપો સાથે કહ્યુ કે, ન્યાયતંત્રનો નિર્ણય મોદી સરકારના રાજકીય વેરભાવને છતી કરે છે જેમાં તેણે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને ડરાવવા અને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ષડયંત્રનો બલૂન, એક રાજકીય ચૂડેલ શિકાર, ત્વરિત ફૂટી ગયો છે. પોરબંદર જીલ્લા કોગ્રસના પ્રમુખ રામભાઈ મારૂ, પૂવ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, શહેર કોગ્રેસ પ્રમુખ રાજવી૨ બાપોદરા તેમજ કાંન્તિભાઈ બુધેચા સહિતા આગેવાનો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya