સિદ્ધપુરની દીકરી નિધિ રાવલની એમસીએમાં વિશેષ સિદ્ધિ
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના રોયલ ગ્રુપ ઓફ સિદ્ધપુરના પ્રમુખ અને સામાજિક કાર્યકર અશોક રાવલની પુત્રી નિધિ એ. રાવલે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શહેરનું ગૌરવ વધાર્યું છે. નિધિ રાવલે ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ
સિદ્ધપુરની દીકરી નિધિ રાવલની MCAમાં વિશેષ સિદ્ધિ


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના રોયલ ગ્રુપ ઓફ સિદ્ધપુરના પ્રમુખ અને સામાજિક કાર્યકર અશોક રાવલની પુત્રી નિધિ એ. રાવલે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શહેરનું ગૌરવ વધાર્યું છે. નિધિ રાવલે ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA)નો અભ્યાસ ડિસ્ટિંક્શન સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેમને પરિવારજનો, સ્નેહીજનો અને સમાજના વિવિધ વર્ગોથી અભિનંદન મળી રહ્યા છે. ટેકનોલોજીના યુગમાં તેમની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande