અંકલેશ્વર-પાનોલી હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત
- તમિલનાડુના ટ્રક ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી કરુણ મૃત્યુ થયું હતું ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો વણઝાર યથાવત રહી છે, જેમાં ગતરોજ પાનોલી નજીક આવેલા બાકરોલ ઓવરબ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જ
અંકલેશ્વર-પાનોલી હાઈવે પર આગળ ચાલતી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત


અંકલેશ્વર-પાનોલી હાઈવે પર આગળ ચાલતી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત


- તમિલનાડુના ટ્રક ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી કરુણ મૃત્યુ થયું હતું

ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો વણઝાર યથાવત રહી છે, જેમાં ગતરોજ પાનોલી નજીક આવેલા બાકરોલ ઓવરબ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જતી લેનમાં બે ટ્રકો વચ્ચે થયેલી આ ધડાકાભેર ટક્કરમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતને લઈ હાઈવે નંબર 48 ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.હજારો વાહન ચાલકો ફસાઈ ગયા હતા.

અકસ્માત એટલો તીવ્ર હતો કે પાછળની ટ્રકના કેબિનનો કુરચો બોલી ગયો હતો અને ચાલક સ્ટીયરિંગ તથા કેબિનના કાટમાળ વચ્ચે ફસાઈ ગયો હતો.ઘટનાની વિગતો મુજબ, હાઈવે પર આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કરને પગલે સર્જાયેલા પ્રચંડ અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓ અને કેબિનમાં ફસાઈ જવાને કારણે પાછળની ટ્રકના ચાલકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ મૃતક ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલક તમિલનાડુનો વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન દ્વારા હટાવીને ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande