
વડોદરા,20 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી અને
આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી. વોલ્વો બસ સેવા ડિસેમ્બર થી નિયમિત રીતે શરૂ કરવામાં આવી.
આ નવી બસ સેવા વડોદરા થી સવારે 5.45 કલાકે ઉપડશે અને અંબાજી ખાતે સવારે 11.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી બસ અંબાજી થી બપોરે 1.15 કલાકે ઉપડશે અને વડોદરા ખાતે સાંજે 7.15 કલાકે પહોંચશે.
આ એ.સી. વોલ્વો બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ તથા સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ