પાટણમાં 21 ડિસેમ્બરે 8 કલાકનો વીજ કાપ રહેશે
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા પાટણ શહેર માટે સૂચના જાહેર કરવામાં આવી છે કે રવિવાર, 21 ડિસેમ્બરના રોજ સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. શહેરના 132 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને તાત્કાલિક
પાટણમાં 21 ડિસેમ્બરે 8 કલાકનો વીજ કાપ


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા પાટણ શહેર માટે સૂચના જાહેર કરવામાં આવી છે કે રવિવાર, 21 ડિસેમ્બરના રોજ સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. શહેરના 132 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને તાત્કાલિક સમારકામની કામગીરીને કારણે સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો બંધ રાખવામાં આવશે. આ ટેકનિકલ કામગીરી જરૂરી હોવાથી વીજ કાપ ફરજિયાત રહેશે. પરિણામે, પાટણ શહેરના તમામ રહેણાંક તથા વ્યાપારી વિસ્તારોમાં સતત 8 કલાક સુધી વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં રહે. સમારકામ પૂર્ણ થતાં કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande