અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ અને હાલના પ્રમુખ વચ્ચેનો વિકાસના કામોને લઈ ગજગ્રાહ વધ્યો
- બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાથી સરકારના રૂપિયાનો વેડફાટ - વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ નગરપાલિકાના વિકાસકાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર નગર સેવા સદનના વર્તમાન પ
નગરપાલિકા અંકલેશ્વરના પૂર્વ અને હાલના પ્રમુખ વચ્ચેનો વિકાસના કામોને લઈ ગજગ્રાહ વધ્યો


નગરપાલિકા અંકલેશ્વરના પૂર્વ અને હાલના પ્રમુખ વચ્ચેનો વિકાસના કામોને લઈ ગજગ્રાહ વધ્યો


- બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાથી સરકારના રૂપિયાનો વેડફાટ

- વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ નગરપાલિકાના વિકાસકાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા

ભરૂચ, 20 ડિસેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર નગર સેવા સદનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રસ્તાના ખોદકામને લઈ બંન્ને આમને સામને આવી ગયા છે. અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે.

અંકલેશ્વર નગર સેવા સદનમાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચેનો વિવાદ રસ્તાના ખોદકામ બાબતે ઘણો વકર્યો છે. આ બાબતે વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા છે. ભાજપના આગેવાનો વચ્ચેના વિવાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાની બાબતે સરકારના રૂપિયા વેડફાઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પણ ધૂળ અને ખરાબ રસ્તાથી તેમજ કામગીરીથી કંટાળી ત્રાસી ગયા છે.

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસકાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસકાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેના કારણે શંકા ઉભી થઈ છે. વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ટર્મ પૂર્ણ થવા પૂર્વે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોનો શું હેતુ છે તે સ્પષ્ટ થવું જોઈએ.આ સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.

અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહયો છે. પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલાં ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપની છબી ખરડાઈ ચૂકી છે. પૂર્વ પ્રમુખે ગટર લાઈનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande