રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ
- રાજ્યપાલએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનો સાથે કર્યો સંવાદ - ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી, નવા ઢીંકવા ગામને સ્વચ્છતા બાબતે આય
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ


- રાજ્યપાલએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનો સાથે કર્યો સંવાદ

- ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી, નવા ઢીંકવા ગામને સ્વચ્છતા બાબતે આયોજનબદ્ધ કામગીરી કરવા અપીલ

- રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ કરતા આદિવાસી ખેડૂત મહેશ રાઠવાના પરિવાર સાથે રાત્રી ભોજન કર્યું

પંચમહાલ, 20 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના નવા ઢીંકવા ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

સ્ત્રી સશક્તિકરણ અને લિંગ સમાનતાનું મહત્વ જણાવતા રાજ્યપાલએ નવા ઢીંકવા ગામની મહિલાઓને પોતાની દીકરીઓને બિનચુક શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં આરોગ્ય બાબતે સભાનતા કેળવી કોઈપણ પ્રકારના સંશય વિના નિયમિત આરોગ્ય તપાસ કરાવવા બહેનોને અપીલ કરી હતી.

રાજ્યપાલએ વ્યસનમુક્તિ ઉપર વિશેષ ભાર આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે જો માતા પિતા કોઈ વ્યસન કરતા હોય તો સૌ પ્રથમ પોતે વ્યસનમુક્ત બનવું પડશે ત્યારબાદ બાળકોને શિખામણ આપવી જોઈએ.

રાજ્યપાલએ ઉમેર્યું કે, આહાર અને સ્વાસ્થ્યનો સીધો સંબંધ છે. ભગવાને આપેલ બહુમૂલ્ય જીવનને વ્યસનથી ગ્રસિત કરવું એ પાપ સમાન છે. ગ્રામજનોને તમાકુ, ગુટકા, દારૂ, ડ્રગ્સ સહિત કોઈ પણ પ્રકારના દુષણથી દૂર રહેવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ સ્વચ્છતાનું મહત્વ જણાવતા ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી છે તેમ કહી ગામના સરપંચને સફાઈ માટેની વિશેષ ટીમો બનાવી નિયમિત સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ પર્યાવરણ જતન હેતુ ખાનગી અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. ખાસ કરીને બાળકોને વૃક્ષોનું જતન કરે એ પ્રકારની કેળવણી આપવા કહ્યું હતું.

ત્યારબાદ રાજ્યપાલએ ખેતી અને પશુપાલન વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમણે આ વિષયો પર પોતાના અનુભવો વિશે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચમાં ઘટાડો અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે.

તેમણે સૌ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય નિભાવ માટે અપીલ કરી હતી. સાથે જ પશુપાલનમાં ઉચ્ચ ઓલાદો મેળવવા સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ખેતી અને પશુપાલનને સંબંધિત ગ્રામજનોને મૂંઝવતા પ્રશ્નોનું સુખદ નિરાકરણ કર્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા ઢિંકવા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમની માહિતી આપી હતી.

તેમના જણાવ્યા અનુસાર સેવાસેતુ કાર્યક્રમમાં કુલ 500 થી વધુ ગ્રામજનોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં 85 થી વધુ ગ્રામજનોએ ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી બિનચેપી રોગોના નિદાન સહિતની આરોગ્ય સેવા, દવાઓ અને આયુષ્માન કાર્ડનું વિતરણ, 150 થી વધુ પશુઓની આરોગ્ય તપાસ અને સારવાર તથા 37 થી વધુ પશુપાલકોને માર્ગદર્શન તેમજ રેશનકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ પેન્શન જેવી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત અરજીઓનો સ્થળ પર જ નિકાલ મેળવવા જેવી સેવાઓનો લાભ લીધો હતો.

આ સભા દરમિયાન રાજ્યપાલના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજુરી હુકમ અને લાભ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રાત્રિ સભા પૂર્વે રાજ્યપાલએ નવા ઢિંકવા ગામના નાગરિક અને પ્રાકૃતિક કૃષિ કરતા આદિવાસી ખેડૂત મહેશ ભીમાભાઇ રાઠવાના પરિવાર સાથે રાત્રી ભોજન કરી આતિથ્ય માણ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ સરપંચ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande